આપ ﷺ દરરોજ રાત્રે જ્યારે પથારી પર આરામ કરવા માટે આવતા તો પોતાની બન્ને હથેળીઓને ભેગી કરતા અને {قُلْ هُوَ اللهُ أَحَدٌ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ}...

Scan the qr code to link to this page

અલ્ હદીષ
સમજુતી
ભાષાતર જુઓ
હદીષથી મળતા ફાયદા
કેટેગરીઓ
વધુ
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: આપ ﷺ દરરોજ રાત્રે જ્યારે પથારી પર આરામ કરવા માટે આવતા તો પોતાની બન્ને હથેળીઓને ભેગી કરતા અને {قُلْ هُوَ اللهُ أَحَدٌ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ}, પઢી ફૂંક મારતા અને ફરી જ્યાં સુધી શરીર સુધી પોતાની હથેળી જઈ શકતી હોય ત્યાં સુધી તેને ફેરવી દેતા, પહેલા માથા પર પછી ચહેરા પર અને પછી શરીર પર ફેરાવતા હતા, અને આપ ﷺ આ પ્રમાણે ત્રણ વખત કરતા હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આપ ﷺની આદતો માંથી એક આદત હતી કે જ્યારે પણ આપ ﷺ રાત્રે પથારી પર સૂવા માટે જતા આપ પોતાની બન્ને હથેળીઓ ઉઠાવતા અને આ દુઆ પઢતા- જેવું કે દુઆ કરવાવાળો હાથ કરે છે, અને સામાન્ય થૂંક સાથે ફૂંક હથેળીઓ પર મારતા, અને ત્રણેય સૂરતો પઢતા: {قل هو الله أحد}, {قل أعوذ برب الفلق},{قل أعوذ برب الناس}, પોતાની હથેળી જ્યાં સુધી પહોંચતી હોય ત્યાં સુધી શરીર પર ફેરવી દેતા, માથાના અને ચહેરાના ભાગથી શરૂ કરતાં અને શરીરના આગળના ભાગમાં ફેરવતા, આ પ્રમાણે ત્રણ વખત કરતા હતા.

હદીષથી મળતા ફાયદા

  1. સૂતા પહેલા સૂરે ઇખલાસ, અને મુઅવ્વઝતેન (સૂરે નાસ અને સૂરે ફલક) પઢવું મુસ્તહબ છે, (પઢવું જોઈએ) અને હથેળી પર ફૂંક મારી શક્ય હોય ત્યાં સુધી હાથ ફેરવી દેવો જોઈએ.

કેટેગરીઓ

સફળતાપૂર્વક મોકલ્યું