?તમે તમારા ઘરોને કબ્રસ્તાન ન બનાવો, નિઃશંક શૈતાન તે ઘરથી ભાગી જાય છે, જે ઘરમાં સૂરે બકરહ પઢવામાં આવતી હોય...

Scan the qr code to link to this page

અલ્ હદીષ
સમજુતી
ભાષાતર જુઓ
હદીષથી મળતા ફાયદા
કેટેગરીઓ
વધુ
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમે તમારા ઘરોને કબ્રસ્તાન ન બનાવો, નિઃશંક શૈતાન તે ઘરથી ભાગી જાય છે, જે ઘરમાં સૂરે બકરહ પઢવામાં આવતી હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

નબી ﷺ એ તે વાતથી રોક્યા છે કે ઘરોમાં નમાઝ પઢવામાં ન આવતી હોય, તે ઘર કબ્રસ્તાન જેવા બની જાય છે, જ્યાં નમાઝ પઢવામાં નથી આવતી. નબી ﷺ એ જણાવ્યું કે શૈતાન તે ઘર માંથી ભાગી જાય છે, જે ઘરમાં સૂરે બકરહની તિલાવત કરવામાં આવતી હોય છે.

હદીષથી મળતા ફાયદા

  1. નફિલ નમાઝ અને ઈબાદત વધુ પડતી ઘરોમાં કરવામાં આવે તો તે જાઈઝ છે.
  2. કબ્રસ્તાનમાં નમાઝ પઢવી જાઈઝ નથી, કારણકે તે ગુલૂ (અતિશયોક્તિ) અને શિર્કનો સૌથી પ્રબળ સ્ત્રોત છે, હા, જનાઝાની નમાઝ પઢી શકાય છે.
  3. સહાબાઓ પાસે તે વાત જાણીતી હતી કે નબી ﷺ એ કબરો પાસે નમાઝ પઢવાથી રોક્યા છે, એટલા માટે નબી ﷺ એ કહ્યું કે ઘરોને કબ્રસ્તાનની માફક ન બનાવો કે જ્યાં નમાઝ પઢવામાં ન આવે.

કેટેગરીઓ

સફળતાપૂર્વક મોકલ્યું