?કયામતના દિવસે મોત એક કાબરચીતરા ઘેટાંના સ્વરૂપમાં લાવવામાં આવશે

Scan the qr code to link to this page

અલ્ હદીષ
સમજુતી
ભાષાતર જુઓ
હદીષથી મળતા ફાયદા
કેટેગરીઓ
વધુ
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કયામતના દિવસે મોત એક કાબરચીતરા ઘેટાંના સ્વરૂપમાં લાવવામાં આવશે, એક પોકારવાવાળો ફરિશ્તો અવાજ આપશે, હે જન્નતવાળાઓ ! દરેક જન્નતીઓ નજર ઉઠાવી ઉપર જો શે, અવાજ કરનાર ફરિશ્તો પૂછશે, શું તમે આને ઓળખો છો? તે સૌ કહેશે: હા, આ તો મૌત છે, અને દરેક વ્યક્તિ તેનો સ્વાદ ચાખી ચુક્યો હશે, એક પોકારવાવાળો ફરિશ્તો અવાજ આપશે, હે જહન્નની લોકો ! દરેક જહન્નમી નજર ઉંચી કરી કરીને જોશે, અવાજ આપનાર ફરિશ્તો પૂછશે, શું તમે આને ઓળખો છો? તે સૌ કહેશે: હા, આ તો મૌત છે, અને દરેક વ્યક્તિ તેનો સ્વાદ ચાખી ચુક્યો હશે, પછી તેને ઝબેહ કરી દેવામાં આવશે, પછી તે પોકારવાવાળો કહેશે, હે જન્નતીઓ ! તમારે હવે હંમેશા અહીં જ રહેવાનું છે, હવે તમને ક્યારેય મૌત નહીં આવે, અને હે જહન્નમીઓ ! તમારે પણ હમેંશા આમાં જ રહેવાનું છે, હવે તમને ક્યારેય મૌત નહિ આવે, પછી આપ ﷺ એ આ આયત તિલાવત કરી: {તમે તેમને હતાશા અને નિરાશાના દિવસના ભયથી ડરાવો , જ્યારે દરેક કાર્યનો નિર્ણય કરી દેવામાં આવશે અને આજે આ લોકો બેદરકાર બની ગયા છે, અને આ બેદરકાર લોકો અર્થાત દુનિયદાર લોકો અને ઈમાન નથી લાવતા} [મરયમ: ૩૯]».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ સ્પષ્ટપણે જણાવ્યું કે કયામતના દિવસે મોતને એલ કબરચિતરા ઘેટાંના રૂપમાં લાવવમાં આવશે, ફરી એક પોકારવાવાળો કહેશે: હે જન્નતી લોકો ! આ અવાજ સાંભળી તેઓ પોતાનું ગળું અને અથુ ઊંચું કરી જોવા લાગશે, તે તેમને કહેશે: શું તમે આને ઓળખો છો? તેઓ કહેશે: હા, આ મોત છે, દરેકે તેને જોઈ હશે અને તેને ઓળખી લેશે, પોકારવાવાળો કહેશે: હે જહન્નમીઓ ! આ અવાજ સાંભળી તેઓ પોતાનું ગળું અને માં ઊંચું કરી જોવા લાગશે, તે તેમને કહેશે: શું તમે આને ઓળખો છો? તેઓ કહેશે: હા, આ મોત છે, દરેકે તેને જોઈ હશે અને તેને ઓળખી લેશે, પછી તે ઘેટાને ઝબેહ કરી દેવામાં આવશે, અને પોકરવાવાળો કહેશે: હે જન્નતીઓ ! હવે તમારું હમેંશાનું ઠેકાણું આ જ છે, તમને ક્યારેય મોત નહીં આવે, અને હે જહન્નમીઓ ! તમારા માટે પણ હમેંશાનું ઠેકાણું આજ છે, તમને પામ ક્યારેય મોત નહીં આવે. તેનું કારણ એ છે તેના દ્વારા મોમિનની નેઅમતોમાં વધારો થતો રહે અને કાફિરોને અઝાબ અને સજા મળતી રહે. ફરી આપ ﷺ એ આ આયત તિલાવત કરી: {તમે તેમને હતાશા અને નિરાશાના દિવસના ભયથી ડરાવો , જ્યારે દરેક કાર્યનો નિર્ણય કરી દેવામાં આવશે અને આજે આ લોકો બેદરકાર બની ગયા છે અને ઈમાન નથી લાવતા} કયામતના દિવસે તે જન્નતીઓ અને જહન્નનીઓને અલગ કરી દેવામાં આવશે, અને દરેકને પોતાના હમેંશાના ઠેકાણાં સુધી પહોંચાડી દેવામાં આવશે, તે દિવસે દુરાચારી વ્યક્તિ પસ્તાવો અને અફસોસ કરશે કે તેણે નેકીઓ ન કરી અને આળસ કરવા વાળો પણ અફસોસ કરશે તેણે સત્કાર્યોમાં આગળ વધુ ભાગ ન લીધો.

હદીષથી મળતા ફાયદા

  1. આખિરતમાં માનવીનું ઠેકાણું, જન્નતમાં હમેંશા રહેશે અથવા જહન્નમ હમેંશા રહેશે.
  2. કયામતના દિવસની ભયાનકતાની ગંભીર ચેતવણી અને તે હૃદયભંગ અને અફસોસનો દિવસ હશે.
  3. જન્નતી લોકોના શાશ્વત સુખનું નિવેદન અને જહન્નમી લોકોને કાયમી દુઃખનું નિવેદન.

કેટેગરીઓ

સફળતાપૂર્વક મોકલ્યું