{ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ} (તે દિવસે તમને નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે)

Scan the qr code to link to this page

અલ્ હદીષ
સમજુતી
ભાષાતર જુઓ
હદીષથી મળતા ફાયદા
કેટેગરીઓ
વધુ
ઝુબૈર બિન અવ્વામ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે આયત ઉતરી: {ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ} (તે દિવસે તમને નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે) [અત્ તકાષુર: ૮], તો ઝુબૈર રઝી અલ્લાહુ અન્હુ એ સવાલ કર્યો કે કંઈ નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે હે અલ્લાહના રસૂલ ! અહીંયા તો બસ બે કાળી વસ્તુ પાણી અને ખજૂર જ ઉપ્લબ્ધ છે? તો નબી ﷺ એ કહ્યું: «નજીકમાં જ નેઅમતોની પ્રાપ્તિ થશે».
હસન - આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે

સમજુતી

જ્યારે આ આયત ઉતરી: {તમને આપેલ નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે} અર્થાત્ જે નેઅમતો અલ્લાહએ તમને આપી છે તેના શુકર વિશે સવાલ કરવામાં આવશે, ઝુબૈર બિન અવ્વામ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! કંઈ નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે? અહીંયા તો બસ બે જ નેઆમતો અમારી પાસે છે, અને તે બે નેઅમતો પૂછપરછ કરવાનો અધિકાર નથી ધરાવતી, અને તે બંને નેઅમતો પાણી અને ખજૂર! નબી ﷺ એ કહ્યું: અત્યારે તમે જે કંઈ સ્થિતિમાં છો તે સ્થિતિ વિશે તમારી પૂછપરછ કરવામાં આવશે, તે બંને નેઅમત અલ્લાહ દ્વારા મળેલ બે ભવ્ય નેઅમતો છે.

હદીષથી મળતા ફાયદા

  1. નેઅમતો પર અલ્લાહનો શુકર કરવાની તાકીદ.
  2. દરેક નેઅમત ભલેને તે થોડી હોય કે પુષ્કળ પ્રમાણમાં, તમને તે નેઅમતો વિશે જરૂર સવાલ કરવામાં આવશે.

કેટેગરીઓ

સફળતાપૂર્વક મોકલ્યું