સમજુતી
નબી ﷺ એ લોકો સામે ફતહે મક્કાના દિવસે પ્રવચન આપ્યું, અને કહ્યું: હે લોકો ! અલ્લાહ તઆલા તમારા પર અજ્ઞાનતાના સમયનું અહંકાર અને વિદ્રોહ બન્ને નષ્ટ કરી દીધું છે, અને એવી જ રીતે પોતાના પૂર્વજોના નામ પર જે ફખર હતું એ પણ નષ્ટ કરી દીધું છે, અને ખરેખર લોકો બે પ્રકારના છે:
એક તો મોમિન, સદાચારી, આજ્ઞાકરી, અલ્લાહની ઈબાદત કરનાર, આ વ્યક્તિ અલ્લાહ પાસે પ્રતિષ્ઠિત ગણવામાં આવશે, ભલેને લોકોમાં તેનું નામ, સન્માન હોય કે ન હોય.
અને બીજા કાફિર, વિદ્રોહી, દુરાચારી અને આ વ્યક્તિ અલ્લાહ પાસે અપમાનિત થશે, અને અલ્લાહ પાસે તેનું કોઈ મૂલ્ય નહીં હોય ભલેને લોકોમાં તેનું માન, સન્માન, હોદ્દો અને સત્તા કેમ ન હોય.
દરેક લોકો આદમના સંતાન છે, અલ્લાહ તઆલાએ આદમને માટી વડે પેદા કર્યા, તો કોઈ વ્યક્તિ માટે યોગ્ય નથી કે તેનું મૂળ માટી હોય અને તે ઘમંડ કરે, અને પોતાના પર ઇતરાવે, આ વાતની પુષ્ટિ કરતા અલ્લાહ તઆલા કહે છે: {હે લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રી વડે પેદા કર્યા, પછી અમે તમારા જુથ અને ખાનદાન બનાવ્ય, જેથી તમે એક બીજાને ઓળખી શકો, ખરેખર તમારા માંથી અલ્લાહની નઝરમાં સૌથી પ્રતિષ્ઠિત તે છે , જે સૌથી વધારે અલ્લાહથી ડરવાવાળો હોય, નિઃશંક અલ્લાહ તઆલા ખૂબ જ જાણવવાળો અને ખબર રાખનાર છે} [અલ્ હુજુરાત : ૧૩])