તમે જે કંઈ પણ કહો છો અને જે માર્ગ તરફ બોલાવો છો ખરેખર સારી વાત છે, પરંતુ અમને એ જણાવો કે અત્યાર સુધી અમે જે ગુનાહ કર્યા છે, તે ઇસ્લામ લાવ્યા પછી માફ થશે કે નહીં...

Scan the qr code to link to this page

અલ્ હદીષ
સમજુતી
ભાષાતર જુઓ
હદીષથી મળતા ફાયદા
કેટેગરીઓ
વધુ
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: મુશરિક લોકો માંથી કેટલાક લોકોએ કતલ જેવો સંગીન ગુનોહ કર્યો હતો, અને ખૂબ વધારે કતલ કર્યો હતો, વ્યભિચાર જેવો ગુનાહ કર્યો હતા અને ખૂબ કર્યા હતા, તેઓ નબી ﷺ પાસે આવ્યા અને જણાવ્યું: તમે જે કંઈ પણ કહો છો અને જે માર્ગ તરફ બોલાવો છો ખરેખર સારી વાત છે, પરંતુ અમને એ જણાવો કે અત્યાર સુધી અમે જે ગુનાહ કર્યા છે, તે ઇસ્લામ લાવ્યા પછી માફ થશે કે નહીં, તેના પર આ આયત ઉતરી, {અને અલ્લાહ સાથે બીજા કોઈ ઇલાહને પોકારતા નથી અને ન તો અલ્લાહએ હરામ કરેલ કોઈ પ્રાણને નાહક કતલ કરે છે, અને ન તેઓ અશ્લીલતાનું કાર્ય કરે છે} [ફુરકાન: ૬૮[, અને આ આયત પણ ઉતરી {તમે લોકોને કહી દો, કે હે મારા બંદાઓ ! જે લોકોએ પોતાના પર અતિરેક કર્યો છે, તમે અલ્લાહની કૃપાથી નિરાશ ન થઇ જાઓ} [સૂરે ઝૂમર: ૫૩].
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

કેટલાક મુશરિક લોકો નબી ﷺ પાસે આવ્યા, અને કહ્યું કે અમે કતલ તેમજ વ્યભિચાર જેવા મોટા ગુનાહ ઘણા કર્યા છે, તે લોકોએ નબી ﷺ ને કહ્યું: તમે જે માર્ગ તરફ બોલાવી રહ્યા છો અને જે શિક્ષા તમે આપી રહ્યા છો તે શ્રેષ્ઠ શિક્ષા છે, પરંતુ અમારી પરિસ્થિતિ તો એ છે કે અમે તો શિર્ક અને કબીરહ ગુનાહમાં સપડાયેલા છે, શુ તેનો કોઈ કફ્ફારો છે? તો આ બંને આયતો ઉતરી, અલ્લાહ તઆલા લોકોની તૌબા કબૂલ કરે છે પછી ભલેને તેમના ગુનાહ ઘણા અને મોટા મોટા પણ કેમ ન હોય, જો આ પ્રમાણે ન હોત તો તેઓ કુફ્ર અને વિદ્રોહ કરતા રહેતા અને તે દીનમાં દાખલ પણ ન થાત.

હદીષથી મળતા ફાયદા

  1. ઇસ્લામની મહત્ત્વતા અને તેની મહાનતા, કે તે પહેલાંના દરેક ગુનાહ માફ કરી દે છે.
  2. બંદા માટે અલ્લાહ તઆલાની વિશાળ રહેમત, અર્થાત્ તેની માફી અને દરગુજર કરવું.
  3. આ હદીષમાં શિર્ક, નાહક કોઈને કતલ કરવું અને વ્યભિચાર જેવા ગુનાહને હરામ જણાવ્યા છે, અને જે વ્યક્તિ પણ આ ગુનાહની નજીક જશે તેના માટે સખત ચેતવણી વર્ણન કરવામાં આવી છે.
  4. પાક અને સાફ તૌબા તેમજ ઇખલાસ અને નેક અમલ દ્વારા કરવામાં આવેલ તૌબા દરેક કબીરહ ગુનાહોનો કફ્ફારો છે, જેમાં અલ્લાહ સાથે કરવામાં આવેલ કુફ્રનો પણ સમાવેશ થાય છે.
  5. પવિત્ર અલ્લાહની રહેમતથી હતાશ થવું અને નિરાશ થવું હરામ છે.

કેટેગરીઓ

સફળતાપૂર્વક મોકલ્યું