સમજુતી
આ હદીષમાં નબી ﷺ એ એહલે કિતાબની કિતાબોમાં જે કંઈ છે, તેમની વાતોમાં આવી ધોખામાં પડી જવાથી સચેત કર્યા છે, નબી ﷺ ના સમયે યહૂદીઓ ઇબ્રાની ભાષામાં તૌરાત પઢતા હતા, જે તેમની મૂળ ભાષા હતી, અને તેની તફસીર (સમજૂતી) અરબી ભાષામાં કરતા હતા, તો નબી ﷺ એ કહ્યું: તેમની વાતોની ન તો પુષ્ટિ કરો અને ન તો તેને જુઠલાવો, કારણકે આ તે બાબતો માંથી જે સાચું હોવું અથવા જૂઠું હોવું ખબર નથી; એટલા માટે આદેશ આપવામાં આવ્યો કે તમે કહો કે અલ્લાહ એ કુરઆનમાં જે કંઈ ઉતાર્યું છે તેના પર ઈમાન લાવ્યા, અને તેમના પર જે કિતાબ ઉતારવામાં આવી છે તેના પર ઈમાન લાવ્યા, પરંતુ આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી કે આપણે તે કિતાબો માંથી જે વાતો વર્ણન કરવામાં આવે છે તેની સત્યતા અથવા તેના જૂઠ હોવા પર ઇલ્મ પ્રપાત કરી શકીએ, જો આપણી શરીઅતમાં તે વિષે કોઈ પુષ્ટિ વર્ણન કરવામાં ન આવી હોય, એટલા માટે આપણે રુકી જવું જોઈએ, તરત જ તેમની વાતોની પુષ્ટિ ન કરવી જોઈએ, જેથી આપણો સમાવેશ તે લોકોમાં ન થઈ જાય જેઓ એ કિતાબમાં ફેરફાર કરી દીધો, અને ન તો જુઠલાવવું પણ જોઈએ, બની શકે છે તે વાત સાચી પણ હોય, અને આપણને જેનો આદેશ આપવામાં આવ્યો છે અને જેના પર ઈમાન લાવવાનું કહ્યું છે, તેનો ઇન્કાર કરનારા બની જઈશું, આપ ﷺ એ આપણને આ શબ્દો કહેવાનો આદેશ આપ્યો છે: {હે મુસલમાનો ! તમે સૌ (કિતાબવાળાઓને) કહી દો કે અમે અલ્લાહ પર ઇમાન લાવ્યા અને તે વસ્તુ પર, જે અમારી તરફ અવતરિત કરવામાં આવ્યું છે અને તેના પર, જે ઈબ્રાહીમ, ઇસ્માઇલ, ઇસ્હાક, યાકુબ અને તેમની સંતાનો પર અવતરિત કરવામાં આવ્યું, અને તે હિદાયત પર પણ, જે કંઇ મૂસા, ઇસા અને બીજા પયગંબરો પર તેમના પાલનહાર તરફથી આપવામાં આવી હતી. અમે તે પયગંબરો માંથી કોઇ વચ્ચે તફાવત નથી કરતા અમે તો અલ્લાહના આજ્ઞાકારી છે} [અલ્ બકરહ: ૧૩૬].